ગુજરાત સરકાર દ્વારા Divyang Sadhan Sahay Yojana અમલમાં મુકેલ છે. દિવ્યાંગ વ્યક્તિઓને તેમની કેટલેક અંશે રાહત ઉભી કરવા, રોજગારી પ્રાપ્ત કરવામાં સરળતા લાવવા તથા રોજગારલક્ષી સાધનો પુરા પાડવા આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ આર્ટીકલ Divyang Sadhan Sahay Yojana Gujarat દ્વારા યોજનાને લગતી માહિતી આપવામાં પૂરો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
Table of Contents
Divyang Sadhan Sahay Yojana Gujarat
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ,ગાંધીનગર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય આપવા માટે ‘દિવ્યાંગ સાધન સહાય યોજના‘ અમલમાં મૂકવામાં આવેલી છે. દિવ્યાંગવ્યક્તિઓ સમાજમાં સન્માનપૂર્વક જીવન જીવી શકે તે હેતુથી ‘દિવ્યાંગ સાધન સહાય યોજના‘ અમલમાં મુકવામાં આવેલ છે. જેની હવે ફક્ત ઓનલાઈન અરજી ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ (e-samaj kalyan Portal) પરથી કરવાની રહેશે.
દિવ્યાંગ સાધન સહાય યોજનામાં 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને કૃત્રિમ અવયવો બેસાડવા તથા શૈક્ષણિક અને ધંધાકીય રીતે ઉપયોગી થાય તેવા સાધનો પુરા પાડી તેમનો શૈક્ષણિક વિકાસ અને સામાજિક પુન:સ્થાપન થાય તે હેતુથી આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે.
દિવ્યાંગ વ્યકિતઓને સાધન સહાય આપવા માટેની દિવ્યાંગ સાધન સહાય યોજનાની શરૂઆત ભૂતપૂર્વ શિક્ષણ અને મજૂર વિભાગના ઠરાવ ક્રમાંકઃ EDB/1069/21560/CHH, તા.10/04/1970 થી અમલમાં આવેલ છે.
Divyang Sadhan Sahay Yojana નો હેતુ
રાજ્યમાં દિવ્યાંગોને કૃત્રિમ અવયવો બેસાડવા તથા શૈક્ષણિક અને ધંધાકીય રીતે ઉપયોગી થાય તેવા સાધનો પુરા પાડી તેમનો શૈક્ષણિક વિકાસ અને સામાજિક પુનઃ સ્થાપન થાય તે હેતુથી સાધન સહાય યોજના અમલમાં મુકવામાં આવેલ છે.
દિવ્યાંગ સાધન સહાય યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે
40 ટકા કે તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિને આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે.
16 વર્ષથી નીચેની વ્યક્તિને રોજગારલક્ષી સાધનો આપી શકાશે નહી.
ગુજરાતના રહેવાસી હોવા જોઈએ.
દિવ્યાંગ સાધન સહાય યોજનામાં દિવ્યાંગતાના પ્રકાર
Divyang Sadhan Sahay Yojana Gujarat નો લાભ 21 પ્રકારની દિવ્યાંગતા અને દિવ્યાંગતાની ટકાવારી ધરાવતા વ્યક્તિઓને આપવામાં આવશે. જે નીચે મુજબ છે.
Divyang Sadhan Sahay Yojana Gujarat 21 પ્રકારની દિવ્યાંગતા
ક્રમ
દિવ્યાંગતાનો પ્રકાર
દિવ્યાંગતાની ટકાવારી
1
અંધત્વ (Blindness)
40 ટકા કે તેથી વધુ
2
આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય (Muscular Dystrophy)
આ યોજના હેઠળ લાભાર્થીને તેની દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો અને સ્વરોજગાર લક્ષી સાધનો રૂ.20,000/- ની મર્યાદામાં આપવામાં આવે છે. દરેક પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને રોજગારલક્ષી તેમજ તેની દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો આપી શકાશે. 21 પ્રકારની દિવ્યાંગતામાં મદદરૂપ થાય તેવા સાધનો સરકારશ્રી દ્રારા નક્કી થયેલ હશે તે મુજબ મળવાપાત્ર થશે.
Divyang Sadhan Sahay Yojana માટે જરૂરી ડોક્યુમેન્ટ
દિવ્યાંગ સાધન સહાય યોજનાનો માટે કેટલાક ડોક્યુમેન્ટની જરૂર પડશે, જે નીચે મુજબ છે.
દિવ્યાંગ ઓળખકાર્ડ ની ઝેરોક્ષ તથા સિવિલ સર્જનનાં દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ (Unique Disability ID)
ગુજરાત સરકારના Social Justice & Empowerment Department(SJED) દ્વારા ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ (https://esamajkalyan.gujarat.gov.in/index.aspx) મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. દિવ્યાંગ સાધન સહાય યોજનાની અરજીઓની ચકાસણી કરી સહાય મંજૂર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની રહેશે તથા વધુ માહિતી માટે જિલ્લાના વડા મથકે આવેલ ‘જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી‘ની કચેરી સંપર્ક કરવાનો રહેશે.
દિવ્યાંગ સાધન સહાય યોજનામાં સાધન સહાય મર્યાદા 20,000/- રૂપિયાની છે.
Disclaimer
પ્રિય વાંચકો…! હજુ પણ તમારા મનમાં “Divyang Sadhan Sahay Yojana” વિશે કોઈપણ પ્રશ્ન હોય તો તમે નીચે આપેલા Comment Box માં અથવા Contact US માં જઈને Comment કરીને પૂછી શકો છો. આ માહિતી ફક્ત જાણકારી માટે છે. વધુ માહિતી માટે ઓફિશીયલ વેબસાઈટનો અભ્યાસ કરવો. અમને આશા છે કે આ પોસ્ટ દ્વારા તમને જાણવા મળ્યું હશે કે, તમે દિવ્યાંગ લોકો માટે કેવી રીતે લાભ લઈ શકો છો, તેના માટે કોઈ પ્રશ્ન થતો હોય તો તમે અમને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો.
મિત્રો આ પોસ્ટ Divyang Sadhan Sahay Yojana Gujarat દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો, તમારા મિત્રો સાથે જરૂર Share કરો. તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…
Sources of Information – (1) https://esamajkalyan.gujarat.gov.in/
English: The information in this article has been placed with written permission from www.loaninfoguj.com and www.sarkariyojanaguj.com . All credit for this information goes to both websites.
Divyg vidhyrthi ne gove jobe job mali shake?
Activate mate Handicap kit mali sake che sir
https://bocwwb.gujarat.gov.in/Portal/Document/10_297_1_Scheme_to_provide_subsidy_for_purchase_of_battery_powered_three-wheeler__e-rickshaw__guj.pdf
eબાઇક સ્કુટર કેટલી સહાય મળે છે. ગુજરાત સરકાર ની.અને ભારત સરકાર ની.હેન્ડીકેપ માટે…..
https://bocwwb.gujarat.gov.in/Portal/Document/10_297_1_Scheme_to_provide_subsidy_for_purchase_of_battery_powered_three-wheeler__e-rickshaw__guj.pdf