eShram Card Registration in Gujarati | ઈ-શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન કરવાની સંપૂર્ણ પ્રોસેસ
eShram Card Registration in Gujarati | eShram Portal | eShram Self Registration | e shram card status check | ઈ-શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન પ્રોસેસ
ભારત સરકાર શ્રમયોગી માટે ઘણી-બધી યોજનાઓ ચલાવે છે. અને આટલી બધી સરકારી યોજનાઓ હોવા છતાં પણ ઘણા શ્રમયોગી માહિતી ના હોવાને લીધે આ યોજનાઓનો લાભ મેળવી શકતા નથી. જેથી તમામ શ્રમિકોને લાભ આપવા માટે ભારત સરકાર દ્નારા શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઈ-શ્રમ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા તમામ શ્રમિકોની માહિતી એકઠી કરવામાં આવશે.
આ આર્ટિકલ eShram Card Registration in Gujarati દ્વારા ઈ-શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ? તેની માહિતી ગુજરાતીમાં મેળવીશું. EShram Card Registration ની શું પ્રોસેસ તેની પણ વિગતવાર માહિતી મેળવીશું.
eShram Card Registration in Gujarati
eShram Portal વિશે થોડીક જાણકારી
શ્રમ અને રોજગાર મંત્રાલય કે જે ભારત સરકારના સૌથી મહત્વના મંત્રાલયોમાંનું એક મંત્રાલય છે. જે કામદારોના હિતનું રક્ષણ કરીને, કલ્યાણને પ્રોત્સાહન આપીને અને સામાજિક સુરક્ષા પૂરી પાડીને દેશના શ્રમયોગીના જીવન અને ગૌરવને સુધારવાનું કામ કરી રહ્યું છે. સંગઠિત અને અસંગઠિત બંને ક્ષેત્રોમાં શ્રમયોગીને વિવિધ શ્રમ કાયદાઓના ઘડતર અને અમલીકરણ દ્વારા, જે કામદારોની સેવાની શરતો અને રોજગારનું નિયમન કરે છે.
તે અનુસાર, શ્રમ અને રોજગાર મંત્રાલયે અસંગઠિત કામદારોના રાષ્ટ્રીય ડેટાબેઝ (NDUW) બનાવવા માટે eShram પોર્ટલ વિકસાવ્યું છે, જે આધાર સાથે લિંક કરવામાં આવશે. તેમાં નામ, વ્યવસાય, સરનામું, વ્યવસાયનો પ્રકાર, શૈક્ષણિક લાયકાત, કૌશલ્યના પ્રકારો વગેરેની વિગતો તેમની રોજગાર ક્ષમતાની મહત્તમ અનુભૂતિ માટે હશે અને સામાજિક સુરક્ષા યોજનાઓના લાભો તેમના સુધી પહોંચાડશે. જેનો સીધો લાભ શ્રમયોગીને થશે.
Highlight of eShram Card Registration in Gujarati
આર્ટીકલનું નામ | eShram Card Registration in Gujarati |
આર્ટીકલની ભાષા | ગુજરાતી & English |
આર્ટીકલનો હેતુ | શ્રમ કાર્ડ યોજનાની માહિતી પૂરી પાડવાનો હેતુ |
કોણ લાભ લઈ શકે ? | દેશના અસંગઠિત ક્ષેત્રના કામદારો |
ઑફિશીયલ વેબસાઈટ | https://eshram.gov.in/ |
Home Page | More Details… |
આ પણ વાંચો :- Gujarat Tractor Sahay Yojana 2023 | ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના
eShram Card રજીસ્ટ્રેશનનો હેતુ
- eShram Portal નો મુખ્ય ઉદ્દેશ્ય અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો જેવા કે, પ્રવાસી શ્રમિક, નિર્માણ શ્રમિક, ઘરકામના શ્રમિક, કૃષિક્ષેત્રે જોડાયેલ શ્રમિકોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. eShram Cardના આધારે કામદારોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ એકસૂત્રતામાં આપી શકાય. આ પોર્ટલ પર નોંધાયેલ શ્રમિકો પોતાના કૌશલ્યના આધારે નોકરી મેળવી શકશે.
- eShram Card દ્વારા મળવાપાત્ર લાભો ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આ કાર્ડ લોન્ચ કરવામાં આવેલ છે. જેના નીચે મુજબના ફાયદાઓ અને લાભ છે.
- ઈ શ્રમ કાર્ડ આખા દેશમાં માન્ય રાખવામાં આવશે.
- PMSBY વીમા યોજનાનું વીમા કવરેજ મળશે.
- અકસ્માતથી થતું મૃત્યુના કિસ્સાઓમાં 2 લાખ રૂપિયાની સહાય અથવા સ્થાયરૂપથી વિકલાંગ થાય તો 1 લાખ રૂપિયાની સહાય મળશે.
- સરકારની સામાજિક સુરક્ષાના લાભોનું વિતરણ ઈ-શ્રમ કાર્ડના Unique Number ના આધારે કરવામાં આવશે.
- કોરોના કે અન્ય મહામારીના સમય દરમિયાન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઈ-શ્રમ કાર્ડના ધારકોને પ્રથમ આપવામાં આવશે.
- સરકારી સબસીડી અથવા સહાય ઈ-શ્રમ કાર્ડ ધરાવતા લાભાર્થીઓના બેંક કે પોસ્ટ ખાતામાં જમા કરવામાં આવશે.
- આરોગ્યને લગતી યોજનાઓ, શિક્ષણ સહાયને લગતી યોજનાઓને eShram Card સાથે જોડવામાં આવશે.
Documents Required of e-Shram card
- આધાર કાર્ડ.
- બેંક પાસબુક.
- રેશન કાર્ડ.
- વીજળી બિલ.
- મોબાઈલ નંબર આધાર નંબર સાથે લિંક કરેલ.
Eligibility of e-Shram card
- ઉંમર 16-59 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- EPFO અથવા ESIC ના સભ્ય ન હોવા જોઈએ.
- આવકવેરો ભરનાર ન હોવો જોઈએ.
- અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતો હોવો જોઈએ.
ઈ શ્રમ કાર્ડનો કોણ લાભ લઈ શકે ?
ઈ-શ્રમ કાર્ડ હેઠળ દેશના અસંગઠિત ક્ષેત્રના કામદારોને આ કાર્ડ આપવામાં આવશે. જે કામદારોનું ઈન્કમ ટેક્ષ ભરતા ના હોય, શ્રમિક EPFO નો સભ્ય ન હોય તેવા અસંગઠિત ક્ષેત્રે જોડાયેલા કામદારો લાભ મળશે. અસંગઠિત ક્ષેત્રના કામદારોની યાદી નીચે મુજબ છે.
- ખેતમજૂર અને ખેડૂત
- કડીયાકામ
- સુથાર(મિસ્ત્રી)
- લાકડું અથવા પથ્થર બાંધનાર કે ઊંચકનાર
- આંગણવાડી કાર્યકર
- વાયરમેન
- વેલ્ડર
- ઇલેક્ટ્રિશિયન
- પ્લમ્બર
- હમાલ
- મોચી
- દરજી
- માળી
- બીડી કામદારો
- ફેરીયા
- રસોઈયા
- અગરિયા
- ક્લીનર- ડ્રાઇવર
- ગૃહ ઉદ્યોગ
- લુહાર
- વાળંદ
- બ્યુટી પાર્લર વર્કર
- આશા વર્કર
- કુંભાર
- કર્મકાંડ કરનાર
- માછીમાર
- કલરકામ
- કુલીઓ
- માનદવેતન મેળવનાર
- રિક્ષા ચાલક
- પાથરણાવાળા
- રોડ પર નાસ્તાની દુકાન ચલાવનાર
- ઘરેલું કામદારો અથવા કામ કરતા ભાઈઓ-બહેનો
- રત્ન કલાકારો
- ઈંટો કામ કરનાર
- રસોઈ કરનાર
- જમીન વગરના લોકો
How to E Shram Card Registration (How to Apply)
- સૌથી પહેલાં Google Search માં E Shram Portal ટાઈપ કરવાનું રહેશે.
- ઈ શ્રમ ખોલ્યા બાદ તેમાં Official Website ખોલવાની રહેશે.
- હવે તેમાં Home Page ખૂલશે.
- જેમાં Register on e-Shram પર ક્લિક કરવાનું રહેશે.
- Registration Login Page
- હવે નવુ પેજ ખૂલશે એમાં આધારકાર્ડ સાથે મોબાઈલ લિંક હોય તે દાખલ કરવો અને સાથે Captcha Code નાખવાનો રહેશે.
- હવે તમને Employees’ Provident Fund Organization (EPFO) અને Employees’ State Insurance Corporation (ESIC) આવા પ્રશ્ન પૂછવામાં આવશે. જેમાં EPFO/ESICના સભ્ય ન હોય તો “ના” પસંદ કરીને આગળ જવાનું રહેશે.
- ત્યારબાદ OTP પર વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારા રજીસ્ટર મોબાઈલ નંબર પર OTP આવશે, જે તેના બોક્સમાં નાખવાનો રહેશે.
- ત્યારબાદ Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.
- હવે આપણે આપનો આધારકાર્ડ નંબર નાંખવાનો રહેશે. અને સબમીટ આપવાનું રહેશે.
- જેનાથી તમારા મોબાઈલ નંબર પર એક નવો OTP આવશે તે OTP ફરીથી નવા Box માં નાખી વેરીફાઈ કરવાનું રહેશે.
- વેરીફાઈ કર્યા બાદ આપના આધાર કાર્ડ પરથી ડેટાબેઝના આધારે ફોટો અને અન્ય જાણકારી સ્કીન પર જોવા મળશે.
- E Shram Registration Step Two
- હવે લાભાર્થીએ Confirm and Other Detail પર ક્લિક કરવાનું રહેશે.
- જેમાં પર્સનલ માહિતી, શૈક્ષણિક લાયકાત, વ્યવસાય & સ્કીલ તથા બેંક ડિટેલ ભરવાની રહેશે.
- હવે તમારે માંગ્યા મુજબના દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
- E Shram Registration Step Two
- ત્યારબાદ લાભાર્થીએ Preview Self Declaration પર ક્લિક કરવાનું રહેશે.
- જેમાં તમારા દ્વારા ભરવામાં આવેલી તમામ માહિતી તમારી સ્કીન પર ખૂલીને આવશે.
- તમારા દ્વારા ભરેલી માહિતી ફરીથી એકવાર ધ્યાનપૂર્વક ચકાસણી કરવાની રહેશે.
- જેમાં Declaration પર ક્લીક કરીને Submit પર ક્લિક આપવાનું રહેશે.
- ત્યારબાદ મોબાઈલ પર એક OTP આવશે જેમાં OTP Box માં નાખીને વેરીફાઈ કરવાનો રહેશે.
- ત્યારબાદ તમારે Confirm બટન પર ક્લિક કરવાનું રહેશે. એકવાર કન્ફર્મ થયા બાદ કોઈ સુધારા કે વધારા થશે નહીં.
- હવે તમારે e shram card download પર ક્લિક કરવાનું રહેશે.
આ પણ વાંચો :- SBI Asha Scholarship Apply Online | SBI આશા સ્કોલરશિપ યોજના 2023
E Shram Card Registration Helpline
આ કાર્ડ કઢાવવા માટે કોઈ સમસ્યા હોય તો ભારત સરકાર દ્વારા હેલ્પલાઈન નંબર અને Email Id જાહેર કરેલી છે. જે નીચે મુજબ છે :
વિગત | વિગત અંગે માહિતી |
E Shram Card Helpline Number | 14434 |
e Shram Card Email Id | eshram-care@gov.in |
e-Shram Office Address | Ministry of Labour & Employment, Govt. of India, Jaisalmer House, Mansingh Road, New Delhi-110011, India |
Office Phone number | 011-23389928 |
E shram Registration Link | Apply Now |
E shram Self Registration Link | Apply Now |
FAQ’s
E Shram Card Registration બાબતે શ્રમયોગીઓને કેટલાક સવાલ-જવાબ થતા હોય છે. જે અહીં કેટલા સવાલ-જવાબ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
Que.1 E Shram Portal કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે ?
Ans.1 ભારત સરકારના Ministry of Labour & Employment વિભાગ દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે.
Que.2 ઈ-શ્રમ કાર્ડ કોણ કઢાવી શકશે ?
Ans.2 અસંગઠિત ક્ષેત્રના લાભાર્થીઓ આ કાર્ડ કઢાવી શકશે. જે શ્રમિકો EPFO/ESIC ના સભ્ય ન હોય તે જ કઢાવી શકે.
Que.3 ઈ શ્રમિક કાર્ડ કઢાવવા માટે કેટલી ઉંમર મર્યાદા નક્કી થયેલી છે ?
Ans.3 આ કાર્ડ કઢાવવા માટે લાભાર્થી 16-59 વર્ષના હોવા જોઈએ.
Que.4 અસંગઠિત કામદાર eSHRAM પોર્ટલ પર કેવી રીતે નોંધણી કરાવી શકે છે ?
Ans.4 અસંગઠિત કાર્યકર eSHRAM પોર્ટલ પર જઈને અથવા નજીકના CSCની મુલાકાત લઈને સહાયિત અભિગમ દ્વારા પોતાની નોંધણી કરાવી શકે છે.
Last Word
આ આર્ટીકલ E Shram Card Registration અંગેની ઉપરોક્ત તમામ બાબતો શૈક્ષણિક અને માહિતી હેતુ તથા જાણકારી માટે જ છે. અહીં પ્રકાશિત થયેલ કોઈપણ માહિતીને આધારે નિર્ણય લેનાર કોઈપણ વાચક તે સંપૂર્ણપણે તેના પોતાના જોખમે કરે છે.
મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો E Shram Card Registration ને લગતો સવાલ હોય તો, તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં અથવા Contact Us માં કમેન્ટ કરીને પૂછી શકો છો. અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય, તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો. તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…
Thanks for GujaratHelpNews !
👋
Solanki vijaybhai sayababhai.kalabhai.bahediya 2 prathmik sala khedbrhma