Gujarat Tractor Sahay Yojana 2023 | ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના
Gujarat Tractor Sahay Yojana | Tractor Sahay Yojana 2023 | Ikhedut Yojana | Tractor Subsidy in Gujarat | ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના
ગુજરાત સરકાર ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. અત્યારે હાલ ખેતીકાર્યમાં મદદરૂપ થઈ શકાય તે માટે ટ્રેક્ટર સહાય યોજના બહાર પાડેલ છે. ખેડૂતો આ સહાય માટે યોજનાનો લાભ મેળવી શકે તે માટે Ikhedut Portal ખુલ્લુ મુકવામાં આવેલ છે.
ગુજરાત સરકાર દ્વારા કિસાનો માટે ઘણી બધી મદદરૂપ યોજનાઓ અમલમાં મુકેલ છે. તેમાંથી આજે આપણે ગુજરાત ટ્રેકટર સહાય યોજના વિશે વાત કરીશું. ગુજરાત સરકાર એ ખેડૂતોના હિતમાં એટલે ખેડૂતને ઉપયોગી યોજનાઓ અમલમાં મૂકી રહી છે.
Gujarat Tractor Sahay Yojana
Tractor Sahay Yojana Gujarat: ગુજરાત સરકાર દ્વારા ખેડૂત લક્ષી ને એક નવી યોજના બહાર પાડવામાં આવે છે તે યોજના ટ્રેક્ટર સહાય યોજના (Tractor Sahay Yojana) છે. આ ટ્રેકટર સહાય યોજના વિશેની માહિતી ગુજરાત સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પરથી બહાર પાડવામાં આવી હતી.
ગુજરાત સરકાર દ્વારા કિસાનોની આવક બમણી કરવા માટે ખેડૂત લક્ષી યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. ખેડૂત સહાય યોજનાની યાદી ikhedut પોર્ટલ પર ઓનલાઈન બહાર પાડવામાં આવે છે. ખેડૂતો ખેતીમાં સારી રીતે અને ઝડપી ખેડ કરી કરી શકે કુદરતી સાધન, પરંપરાગત સાધનો કે ટ્રેકટરનો ઉપયોગ કરે છે. ઘણા ખેડૂતો આર્થિક પરિસ્થિતિને ધ્યાને રાખીને ટેકનોલોજીના સાધનોની ખરીદી કરી શકતા નથી. જેથી સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. Gujarat Tractor Sahay Yojana નો લાભ લેવા માટે ikhedut portal પર online Application કરવાની રહેશે.
Highlight of Gujarat Tractor Sahay Yojana
આર્ટીકલનું નામ | Gujarat Tractor Sahay Yojana |
આર્ટીકલની ભાષા | ગુજરાતી & English |
આર્ટીકલનો હેતુ | ગુજરાત સરકારની ટ્રેક્ટર સહાય યોજનાની માહિતી પૂરી પાડવાનો હેતુ |
કોણ લાભ લઈ શકે ? | ગુજરાત રાજ્યના તમામ કિસાનો |
ઑફિશીયલ વેબસાઈટ | https://agri.gujarat.gov.in/ |
Home Page | More Details… |
આ પણ વાંચો :- Has your Child been Immunized | રાજ્ય સરકારનું સાર્વત્રિક રસીકરણ અભિયાન
Ikhedut Portal ગુજરાત સરકારનું એક નવિન સોપાન
- ગુજરાત રાજ્ય સકારે છેલ્લા દસકામાં સરેરાશ 10% થી વધુનો કૃષિ વિકાસ દર હાંસલ કરેલ છે. ગુજરાત રાજય દ્વારા દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ અને સોઈલ હેલ્થ કાર્ડ જેવા નવીન કાર્યક્રમ આપેલ છે.
- આ વિકાસ યાત્રામા ચાલુ વર્ષે એક નવીન સોપાનનો ઉમેરો થયો છે. રાજયના કિસાનોને ખેતી માટે જરૂર પડતી ખેત સામગ્રી વિષે માહિતી સમયસર મળી રહે, અદ્યતન કૃષિ વિષયક માહિતી ઘરે ઓનલાઈન ઉપલબ્ધ થઈ શકે, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ કિસાનોને ઘરઆંગણે આસાનીથી મળી રહે અને હવામાન અને કૃષિ પેદાશોના જુદાજુદા બજારમા ચાલી રહેલ બજારભાવો જાણી શકાય, તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા i-ખેડૂત Portal ઓનલાઈન ખુલ્લુ મુકેલ છે.
ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાનો હેતુ
ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી ટ્રેકટર સહાય યોજના માટેનું મુખ્ય હેતુ એ છે કે ગુજરાતમાં રહેતો ગુજરાતનો ખેડૂતે તેમને ખેતી માટે ટ્રેક્ટર ખરીદવા પર તેમને આર્થિક રીતે સહાય મળે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂત લક્ષી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે.
આમ ટ્રેકટર સહાય યોજના હેઠળ ગુજરાતના કિસાનોને સબસીડી આપવામાં આવશે. જેમના સહાય ધોરણો નક્કી કરેલા છે. આ યોજના ગુજરાત સરકાર દ્વારા ચાલતી યોજના છે.
Gujarat Tractor Help Scheme – યોગ્યતાઓ
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સહાયરૂપે સબસિડી આપવામાં આવે છે. તેના પર કેટલીક શરતો નક્કી કરેલ છે. જે નીચે મુજબ આપેલ છે તેનું પાલન થવું જરૂરી છે:
- ખેડૂત પાસે જમીનના રેકોર્ડ તરીકે 8-અ ના ઉતારામાં નામ હોવું જોઈએ.
- જોકે તે જંગલ વિસ્તારમાં રહેતો હોય તો ત્યાંનું ટ્રાયબલ જન્મનું પ્રમાણપત્ર ધરાવતો હોવા જોઈએ. (જો લાગુ પડતું હોય તો).
- ટ્રેક્ટર સહાય યોજનામાં સબસિડી મેળવવા માટે તમારે ખેતી વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલા જે અધિકૃત વેપારી હશે, તમારે તેમની પાસેથી જ ટ્રેક્ટર મેળવવાનું રહેશે. તો જ તમે સબસિડીને પાત્ર ગણાશે.
- આ યોજનાનો લાભ લેવા માટે માન્ય વિક્રેતા પાસેથી લાભાર્થી કિસાને ટ્રેક્ટરની ખરીદી કરવાની રહેશે.
ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના – જરૂરી દસ્તાવેજ
ગુજરાત સરકાર દ્વારા ikhedut Portal પર ટ્રેકટર સહાય યોજના અરજી ફોર્મ ચાલુ થઈ ગયા છે. જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો નીચે આપેલા ડોક્યુમેન્ટનું લીસ્ટ તમારે જરૂર પડશે.
- ગુજરાત સરકાર ટ્રેકટર સહાય યોજનાનો લાભ લેવા માટે, ખેડૂતે આઈ ખેડૂત પોર્ટલ પર ની વેબસાઈટ ભરતી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, જેની માટે જરૂરી દસ્તાવેજો જેની વિગત નીચે પ્રમાણે આપેલ છે.
- ખેડૂતોનો આઇ ખેડૂત પોર્ટલ પરથી 8-અ અને 7-12 નો ઉતારો હોવો જરૂરી છે.
- કિસાનની પોતાની આધાર કાર્ડની નકલ જરૂર પડશે.
- જો લાભાર્થી ખેડૂતે અથવા SC અને ST જાતિ માં આવતા હોય તો તે જાતિ નું સર્ટીફીકેટ લાગુ પડતું હોય તો તે આપવાનું રહેશે.
- રેશન કાર્ડની નકલ.
- ટ્રાઈબલ વિસ્તાર માટે વન અધિકારી પ્રમાણે ની નકલ હોય તો તે આપવાની રહેશે
- લાભાર્થી ખેડૂતે દિવ્યાંગ અથવા દિવ્યાંગ પ્રમાણપત્ર ધરાવતો હોય તો તેમનું સર્ટિફિકેટ આપવાનું રહેશે.
- જો ખેડૂતની જમીન અને સંયુક્ત ભાગીદારીમાં હોય તો 7-12 અને 8-અ જમીનના અન્ય ખેડૂતોની સંમતિ પત્રક પણ આપવું પડશે.
- બેંકની પાસબુક ની નકલ.
- દૂધ ઉત્પાદક મંડળી તેમજ સહકારી મંડળીના સભ્ય હોય તો તેની માહિતી આપવી પડશે.
ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનામાં મળતી સબસિડી
(1) તમામ ખેડૂતો માટે ટ્રેકટર 40 પી.ટી.ઓ. હો.પા. સુધી ખર્ચના 25% અથવા રૂ|. 45000/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે, સહાય મળે છે.
(2) તમામ ખેડૂતો માટે ટ્રેકટર 40 પી.ટી.ઓ. હો.પા. થી વધુ અને 60 પી.ટી.ઓ. હો.પા. સુધી ખર્ચના 25% અથવા રૂ|. 60000/- ની મર્યાદામાં બે માંથી જે ઓછુ હોય તે સહાય મળે છે.
How To Apply Gujarat Tractor Sahay Yojana
- ગુજરાત ટ્રેકટર સહાય યોજના હેઠળ લાભ લેવા માટે કિસાનોએ i-ખેડૂત પોર્ટલ પરથી Online Application કરવાની રહેશે. ખેડૂતોએ પોતાના ગ્રામ પંચાયત ખાતેથી પણ ઓનલાઈન અરજી કરી શકે છે. ખેડૂતો જાતે પણ ઘરે બેઠા Online Form ભરી શકે છે.
Gujarat Tractor Sahay Yojana ઠરાવ
આ પણ વાંચો :- Good news for PM Kisan Yojana Farmers | જાણો 14મા હપ્તાની રકમ ક્યારે આવી શકે છે
FAQ’s
Gujarat Tractor Sahay Yojana બાબતે ખેડુતોને કેટલાક સવાલ-જવાબ થતા હોય છે. જે અહીં કેટલા સવાલ-જવાબ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
Que.1 ટ્રેકટર સહાય યોજના દ્વારા શરૂ કરવામાં આવેલી છે?
Ans.1 ખેડૂત ટ્રેકટર સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે.
Que.2 ટ્રેકટર સહાય યોજનામાં કેટલા રૂપિયાની સબસિડી આપવામાં આવે છે ?
Ans.2 ટ્રેકટર સહાય યોજનામાં 60 હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવે છે .
Que.3 ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના ફોર્મ ભરવા માટે કઈ વેબસાઈટ છે ?
Ans.3 ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના ફોર્મ ભરવા માટે https://agri.gujarat.gov.in/ વેબસાઈટ છે.
Que.4 ટ્રેક્ટર સહાય યોજના ફોર્મ ભરવાની છેલ્લી તારિખ કઈ છે ?
Ans.4 ટ્રેક્ટર સહાય યોજના ફોર્મ ભરવાની છેલ્લી તારિખ 31-07-2023 છે.
Last Word
આ આર્ટીકલ Gujarat Tractor Sahay Yojana અંગેની ઉપરોક્ત તમામ બાબતો શૈક્ષણિક અને માહિતી હેતુ તથા જાણકારી માટે જ છે. અહીં પ્રકાશિત થયેલ કોઈપણ માહિતીને આધારે નિર્ણય લેનાર કોઈપણ વાચક તે સંપૂર્ણપણે તેના પોતાના જોખમે કરે છે.
મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Gujarat Tractor Sahay Yojana ને લગતો સવાલ હોય તો, તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં અથવા Contact Us માં કમેન્ટ કરીને પૂછી શકો છો. અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય, તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો. તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…
Thanks for GujaratHelpNews !
👋