How to Apply Conductor Licence online Gujarat | ગુજરાત એસ.ટી.કંડક્ટર ભરતી માટે લાયસન્સની પ્રોસેસ
How to Apply Conductor Licence online Gujarat | Gujarat RTO Information | Conductor Licence Apply Gujarat | parivahan.gov.in | Conductor Licence Fee
તમે જેની વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા, તે ગુજરાત સરકાર અને ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા મોટે પાયે કંડક્ટર કક્ષાની ભરતી પાડી છે. જે લોકો ગુજરાતમાં કંડકટર ભરતીના ફોર્મ ભરવા માંગતા હોય, તેવા નોકરીઈચ્છુકને કંડકટરનું લાઇસન્સ મેળવવું ખૂબ જ જરૂરી છે. તેના વગર તે કંડકટર પોસ્ટ પર નોકરી મેળવી શકતા નથી. જેની માહિતી વિગતવાર આ આર્ટીકલ દ્વારા આપવામાં આવેલ છે.
જે યુવક-યુવતીઓ ગુજરાત માં કંડકટરના લાયસન્સ માટે અરજી કરવા માંગતા હોય, તે લોકો માટે હવે અરજી કરવી સરળ બની ગઈ છે. કેમકે, હવે તમે ઘરે બેઠા કંડકટર લાઇસન્સ માટે ઓનલાઇન અરજી કરી શકો છો.
How to Apply Conductor Licence online in Gujarat
કોઈપણ જગ્યાએ બસ કંડક્ટર બનવા માટે જરૂરી લાયકાત હોવી જરૂરી છે. એના માટે કંડક્ટર લાયસન્સ પણ હોવું જરૂરી છે. જેના વગર તમે એના માટે અરજી પણ કરી શકતા નથી. આ પોસ્ટમાં આપણે માહિતી મેળવીશું કે કંડકટરના લાઇસન્સ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?, કોણ કઢાવી શકે અને તેના માટે ડોક્યુમેન્ટ શું જોઈશે ? તેની તમામ માહિતી નીચે મુજબ છે.
Highlights of Apply Conductor Licence online in Gujarat
આર્ટીકલનું નામ | Apply Conductor Licence online in Gujarat |
આર્ટીકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
આર્ટીકલનો હેતું | એસ.ટી.કંડક્ટર ભરતી માટે લાયસન્સની પ્રોસેસ ની માહિતી |
કોણ કઢાવી શકે ? | વેલિડ ફર્સ્ટ એઈડ ધરાવનાર |
સત્તાવાર વેબસાઈટ | Click Here… |
Home Page | Click Here… |
આ પણ વાંચો :- eShram Card Registration in Gujarati | ઈ-શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન કરવાની સંપૂર્ણ પ્રોસેસ
આ પણ વાંચો :- Gujarat Tractor Sahay Yojana 2023 | ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના
Conductor Licence Document
કંડકટર લાયસન્સ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સની યાદી નીચે મુજબ છે:
- અરજી પત્ર – Application Form
- ધોરણ 10 માર્કશીટ
- વેલિડ ફર્સ્ટ એઈડ ની વિગતો
- મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ
- આધાર કાર્ડ
- ઓળખ પુરાવો
- જન્મતારિખ ના પુરાવા તરીકે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
કંડક્ટર ના લાઇસન્સ માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા
- STEP 1: સૌપ્રથમ કંડકટર લાઇસન્સ ની ઓનલાઇન અરજી કરવા માટે તમારે સારથી પરિવહન ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે. https://sarathi.parivahan.gov.in/sarathiservice/stateSelection.do
- અરજી કરવા નીચે જણાવ્યા મુજબના સ્ટેપ અનુસરો.
- STEP 2: તમારે હોમ પેજ પર તમારા રાજયનું નામ સિલેક્ટ કરવાનું રહેશે.
- STEP 3: અને પછી તમારે તે પેજ પર Conductor Licence નામનું એક ઓપ્શન જોવા મળશે. તેમાં New Conductor Licence ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
- STEP 4: ત્યારબાદ તમારી સામે ઘણી બધી વિગતો જોવા મળશે. તે બધી માહિતી ઝીણવટપૂર્વક વાંચીને તમારે Continue બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
- STEP 5: ત્યારબાદ તમારી સામે હવે એક ફોર્મ જોવા મળશે. જેમાં બધી વિગતો ભરવાની રહેશે.
- STEP 6: પછી નવા પેજમાં તમારે તમારા સરનામાની વિગતો બધી ભરવાની રહેશે. જેઅવું કે કાયમી સરનામું અને હાલનું સરનામું.
- STEP 7: પછી તમારે તમારા ફર્સ્ટ એઈડની ડિટેલ્સ અને મેડિકલ ફિટનેસ સર્ટીફિકેટની માહિતી ભરવાની રહેશે.
- STEP 8: બધી માહિતી ચોક્કસપુર્વક ભરાઈ ગયા પછી તમને નીચે ડિકલેરેશનના બે સવાલ પૂછવામાં આવશે. તે તમારે ભરીને Submit પર ક્લિક કરવાનું રહેશે.
- STEP 9: પછી તમારી સામે ફોર્મ ભરાયાની સ્લીપ તમને જોવા મળશે. તેમાં એપ્લીકેશન નંબર હશે. તેમાં તમારે Next બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી તમારે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને લાયસન્સ ફી પેટે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. ભવિષ્યના ઉપયોગ સારૂ એપ્લીકેશન ની પ્રિન્ટ મેળવી લો.
- STEP 10: પ્રાદેશિક પરિવહન કાર્યાલય (RTO)માં જઈ ને દસ્તાવેજો સાથે અરજી ફોર્મ સબમિટ કરો.
- RTO ના અધિકારીઓ તમારા દસ્તાવેજોની ચકાસણી કરશે અને તમારી કંડક્ટર લાઇસન્સ માટે આગળની પ્રોસેસ કરશે. ત્યારબાદ તમને કંડક્ટર લાયસન્સ આપશે.
Conductor Licence Apply Gujarat
Gujarat S.T. Conductor Notification | Notification |
Parivahan Apply Online | Click Here… |
Home Page | Click Here… |
FAQ’s – How to Apply Conductor Licence online Gujarat
Que.1 કંડકટરના લાઇસન્સ માટે કેવી રીતે અરજી કરી શકાય ?
Ans.1 https://sarathi.parivahan.gov.in/sarathiservice વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકાય.
Que.2 કંડકટર લાયસન્સ માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે ?
Ans.2 ધોરણ 10 માર્કશીટ, ફર્સ્ટ એડ ની વિગતો, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, સરનામાનો પુરાવો, ઓળખ પુરાવો અને આધાર કાર્ડની જરૂર પડે.
Que.3 શું કંડકટર લાયસન્સ માટે મેડીકલ કરાવવું જરૂરી છે ?
Ans.3 હા, કંડકટર લાયસન્સ માટે મેડીકલ ફરજિયાત કરાવવું જરૂરી છે.
Que.4 કંડકટર લાયસન્સની ઓનલાઈન પ્રિંટ કઢાવી શકાય કે કેમ ?
Ans.4 હા, તમને જરૂર હોય તો કંડકટર લાયસન્સની ઓનલાઈન પ્રિંટ કઢાવી શકો છો.
Disclaimer – How to Apply Conductor Licence online Gujarat
આ આર્ટીકલ How to Apply Conductor Licence online Gujarat અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. વધુ માહિતી માટે ઓફિશીયલ વેબસાઈટનો અભ્યાસ કરવો. અમને આશા છે કે આ પોસ્ટ દ્વારા તમને જાણવા મળ્યું હશે કે, તમે કંડકટર લાઇસન્સ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરી શકો છો. જો તમને કંડકટરનું લાયસન્સ કેવી રીતે કઢાવવું, તેના માટે કોઈ પ્રશ્ન થતો હોય તો તમે અમને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો.
મિત્રો આ પોસ્ટ How to Apply Conductor Licence online Gujarat દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો, તમારા મિત્રો સાથે જરૂર Share કરો. તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…
Sources of Information – (1) https://gsrtc.in/ & (2) https://sarathi.parivahan.gov.in/sarathiservice