How to Apply Driving Licence Online in Gujarat | ડ્રાઈવિંગ લાઇસન્સ ઓનલાઈન પ્રોસેસ
How to Apply Driving Licence Online in Gujarat | parivahan.gov.in | Driving Licence RTO Gujarat | Smart Card Driving Licence | ડ્રાઈવિંગ લાઇસન્સ ઓનલાઈન પ્રોસેસ
ગુજરાત એ સૌથી ઝડપથી વિકસતા રાજ્યોમાંનું એક છે. અને તે તેની ઔદ્યોગિક અને આર્થિક તકો માટે જાણીતું છે. તેના સતત વિકાસમાં પરિવહન પ્રણાલીએ મોટો ભાગ ભજવ્યો છે. પરિણામે, રાજ્ય તેના મોટા ભાગના શહેરોમાં સતત ટ્રાફિકની અવરજવર અનુભવે છે.
આરટીઓ આ ટ્રાફિકને ઘણા નિયમો અમલમાં મૂકીને નિયમન કરે છે, જેમાંના એકમાં ડ્રાઇવર/રાઇડર્સને ડ્રાઇવિંગ લાઇસન્સ (DL) આપવાનો સમાવેશ થાય છે. જો તમે ગુજરાતમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરવા માંગો છો, તો આ આર્ટીકલ How to Apply Driving Licence Online in Gujarat તમને સમગ્ર પ્રક્રિયાને સમજવામાં મદદ કરશે
How to Apply Driving Licence Online in Gujarat
હવે ઘરે બેઠા ડ્રાઈવિંગ લાઇસન્સ બનાવો, ગુજરાત રાજ્યમાં કાયદેસર રીતે મોટર વાહન ચલાવવા માટે , એક માન્ય ડ્રાઈવિંગ લાઇસન્સ હોવું આવશ્યક છે. લર્નિગ લાયસન્સ ધરાવતી વ્યકિત ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવી શકે છે. મોટર વાહન અધિનિયમ 1988 મી જોગવાઈઓ અનુસાર ગુજરાત આરટીઓ દ્વારા ગુજરાતમાં લર્નિગ લાઇસન્સ જારી કરવામાં આવે છે.
Highlights of How to Apply Driving Licence Online in Gujarat
આર્ટીકલનું નામ | How to Apply Driving Licence Online in Gujarat |
આર્ટીકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
આર્ટીકલનો હેતું | ડ્રાઈવિંગ લાયસન્સની પ્રોસેસ ની માહિતી |
પરિવહન વેબસાઈટ | www.parivahan.gov.in |
સત્તાવાર વેબસાઈટ | Click Here… |
Home Page | Click Here… |
આ વાંચો :- SBI Asha Scholarship Apply Online | SBI આશા સ્કોલરશિપ યોજના 2023
આ પણ વાંચો :- Gujarat Tractor Sahay Yojana 2023 | ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના
Driving Learning License માટે અરજી કેવી રીતે કરવી? તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
નવા ડ્રાઇવિંગ લાઇસન્સ માટે લર્નિંગ લાઇસન્સ લેવા અરજી કરવી જરૂરી છે. તમને જારી કરાયેલ લર્નિગ લાઇસન્સ 6 મહિનાના સમયગાળા માટે માન્ય છે. અને કાયમી Driving Licenece માટે અરજી 30 દિવસ પછી અથવા લર્નિંગ લાઇસન્સ જારી થયાની તારીખ 180 દિવસની અંદર કરી શકાય છે. નીચે દર્શાવેલ પ્રક્રિયાને અનુસરીને તમે ગુજરાત લર્નિગ લાઇસન્સ મેળવી શકો છો .
Driving Licence માટે અરજી ફોર્મ
- નવા ડ્રાઇવીંગ લાઇસન્સ માટે લર્નીંગ લાઇસન્સ લેવા માટેની અરજી જરૂરી છે.
- અરજીદાતાએ લર્નીંગ અને ડ્રાઇવીંગ લાઇસન્સ લેવા માટે ઓનલાઇન અરજી કરવી. ફોર્મ નં. 1(એ)માં મેડીકલ સર્ટીફીકેટ આપવાનું રહેશે. ટ્રાન્સપોર્ટ ગુડ્સ વાહન માટે ડ્રાઇવીંગ લાઇસન્સની જરૂર હોય ત્યારે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવી અથવા વધુ માહિતી મેળવવા માટે મહેરબાની કરીને… અહીં મુલાકાત લોઃ https://parivahan.gov.in/parivahan/
ડ્રાઈવિંગ લાઇસન્સ માટે લાયકાત / યોગ્યતા
- ગીયર વિનાના દ્વીચક્રી વાહનનું લાઇસન્સ મેળવવા 16 વર્ષની વય પૂર્ણ કરી હોવી જોઇએ.
- ગીયર સાથેના દ્વીચક્રી વાહનો, મોટરકાર, ટ્રેક્ટર અને અન્ય બિન ટ્રાન્સપોર્ટ વાહનનું લાઇસન્સ મેળવવા માટે 18 વર્ષની વય પૂર્ણ કરેલી હોવી જોઇએ.
- ટ્રાન્સપોર્ટ વાહન માટે વ્યક્તિએ 20 વર્ષની વય પૂર્ણ કરેલી હોવી જોઇએ. વધુમાં તેણે ધો8 પાસ કરેલું હોવું જોઇએ તેમજ તેને ઓછા વજનના વ્હીકલ ચલાવવાનો એક વર્ષનો અનુભવ હોવો જોઇએ.
Driving Licence માટે જરૂર પડતા ડોક્યુમેન્ટ
- ઉમરનો પુરાવો : શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મનો દાખલો, પાસપોર્ટ.
- સરનામાનો પુરાવો : શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ, એલઆઇસી પોલીસી, મતદાર ઓળખપત્ર, લાઇટબિલ, ટેલિફોનબિલ, સરનામા સાથેનો મકાનો વેરો, સેન્ટ્રલ કે સ્ટેટ અથવા સ્થાનિક સરકારની પે સ્લિપ અથવા અરજીકર્તાનું સોગંદનામુ સરનામાના પુરાવારૂપે રજૂ કરવાનું રહેશે.
Driving Licence માટે જરૂરી ફીની રકમ
- લર્નીંગ લાઇસન્સ અને ડ્રાઇવીંગ લાઇસન્સની ફી એક સાથે જ ભરવાની રહેશે. લર્નીંગ લાઇસન્સ મેળવવા રૂ. 50 ટેસ્ટ ફી વત્તા રૂ.150 વાહનની કેટેગરીદીઠ આપવા જરૂરી છે. નાપાસ થાવ તો ફરીથી 50 રૂપિયા ફી ભરીને ટેસ્ટ આપી શકો છો.
- સ્માર્ટ કાર્ડ ડ્રાઇવીંગ લાઇસન્સ માટે રૂ.200 અને વાહનોની શ્રેણી દીઠ રૂ.300 ડ્રાઇવીંગ લાઇસન્સ માટે આપવા જરૂરી છે.
Driving Licence પરીક્ષા મેથડ
- લર્નીંગ લાઇસન્સ મેળવવા, કમ્પ્યુટરથી નોલેજ ટેસ્ટ પાસ કરવી જરૂરી છે.
- નીતિ નિયમો, ટ્રાફિકના સાઇનેજ(નિશાન) જેવા વિષયો ટેસ્ટમાં સામેલ છે.
- ટેસ્ટમાં 15 પ્રશ્નો પૂછવામાં આવશે, પાસ થવા માટે તે પૈકી 11 પ્રશ્નોના સાચા જવાબ આપવા જરૂરી છે.
- પ્રત્યેક પ્રશ્નનો જવાબ આપવા 48 સેકન્ડનો સમય મળશે.
- ટેસ્ટમાં સફળ ન થનાર વ્યક્તિ 24 કલાકના સમય બાદ ફરીથી ટેસ્ટ માટેની અપીલ કરી શકે છે.
- જે વ્યક્તિ પાસે લર્નીંગ લાઇસન્સ છે અથવા ડ્રાઇવીંગ લાઇસન્સ છે, તે વર્તમાન ડ્રાઇવીંગ લાઇસન્સમાં વાહનની વધારાની શ્રેણી ઉમેરવા અરજી કરી શકે છે, તેને કમ્પ્યુટર પર નોલેજ ટેસ્ટ આપવામાંથી મુક્તિ આપવામાં આવે છે.
- એલએલઆર(LLR) નમૂના પ્રશ્ન બેંક નીચે ક્લિક કરો.
RTO LL માટે પ્રશ્નબુક |
ગુજરાતી આવૃતિ અહીં કલીક કરો |
હિન્દી આવૃતિ અહીં કલીક કરો |
અંગ્રેજી આવૃતિ અહીં કલીક કરો |
- કાયમી ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવવા માટે ડ્રાઇવીંગની પરીક્ષા આપવી ફરજીયાત છે
- લર્નીંગ લાઇસન્સ મેળવનાર કોઇપણ વ્યક્તિ તેને મેળવવ્યા બાદ 30 દિવસના સમયગાળા પછી ગમે ત્યારે ડ્રાઇવીંગ ટેસ્ટ આપી શકે છે.
- જે વાહન માટે ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવવા અરજી કરી હોય તે પ્રકારના વાહન ઉપર જ તેનો ડ્રાઇવીંગ ટેસ્ટ લેવામાં આવશે.
- લર્નીંગ લાઇસન્સ 6 મહિના માટે જ માન્ય ગણાશે, જેથી અરજીકર્તાએ આ માન્ય સમયગાળા દરમિયાન જ ડ્રાઇવીંગ ટેસ્ટ માટે હાજર થવાનું રહેશે.
ડ્રાઈવિંગ લાઇસન્સ ઓનલાઈન પ્રોસેસ
Helpline – RTO Driving Licence Apply Gujarat
Sarthi Website |
Parivahan Website |
Home Page |
આ વાંચો :- eShram Card Registration in Gujarati | ઈ-શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન કરવાની સંપૂર્ણ પ્રોસેસ
આ પણ વાંચો :- How to Apply Conductor Licence online Gujarat | ગુજરાત એસ.ટી.કંડક્ટર ભરતી માટે લાયસન્સની પ્રોસેસ
FAQ’s – How to Apply Driving Licence Online in Gujarat
Que.1 ડ્રાઈવિંગ લાઇસન્સ માટે કેવી રીતે અરજી કરી શકાય ?
Ans.1 https://sarathi.parivahan.gov.in/sarathiservice વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકાય.
Que.2 ડ્રાઈવિંગ લાયસન્સ માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે ?
Ans.2 (1) ઉમરનો પુરાવો : શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મનો દાખલો, પાસપોર્ટ.
(2) સરનામાનો પુરાવો : શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ, એલઆઇસી પોલીસી, મતદાર ઓળખપત્ર, લાઇટબિલ, ટેલિફોનબિલ, સરનામા સાથેનો મકાન વેરો, સેન્ટ્રલ કે સ્ટેટ અથવા સ્થાનિક સરકારની પે સ્લિપ અથવા અરજીકર્તાનું સોગંદનામુ સરનામાના પુરાવારૂપે રજૂ કરવાનું રહેશે.
Que.3 શું લર્નિંગ ડ્રાઈવિંગ લાયસન્સ માટે મેડીકલ કરાવવું જરૂરી છે ?
Ans.3 ના, લર્નિંગ ડ્રાઈવિંગ લાયસન્સ માટે મેડીકલ કરાવવું જરૂરી નથી, પણ ડીક્લેરેશન આપવું પડતું હોય છે.
Que.4 ડ્રાઈવિંગ લાયસન્સની ઓનલાઈન પ્રિંટ કઢાવી શકાય કે કેમ ?
Ans.4 હા, તમને જરૂર હોય તો ડ્રાઈવિંગ લાયસન્સની ઓનલાઈન પ્રિંટ કઢાવી શકો છો.
Que.5 લર્નિંગ ડ્રાઈવિંગ લાઈસન્સ માટે કોમ્પ્યુટર ટેસ્ટ ક્યાં આપવા જવાનો હોય છે ?
Ans.5 ટેસ્ટ માટે RTO માન્ય ITI માં જવાનું રહેશે. ફોર્મ ભરતી વખતે પસંદ કરવાની હોય છે ITI.
Disclaimer
આ આર્ટીકલ How to Apply Driving Licence Online in Gujarat અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. વધુ માહિતી માટે ઓફિશીયલ વેબસાઈટનો અભ્યાસ કરવો. અમને આશા છે કે આ પોસ્ટ દ્વારા તમને જાણવા મળ્યું હશે કે, તમે કંડકટર લાઇસન્સ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરી શકો છો. જો તમને કંડકટરનું લાયસન્સ કેવી રીતે કઢાવવું, તેના માટે કોઈ પ્રશ્ન થતો હોય તો તમે અમને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો.
મિત્રો આ પોસ્ટ How to Apply Driving Licence Online in Gujarat દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો, તમારા મિત્રો સાથે જરૂર Share કરો. તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…
Sources of Information – (1) https://parivahan.gov.in/
(2) https://sarathi.parivahan.gov.in/sarathiservice
(3) https://cot.gujarat.gov.in/driving-licence-gu.htm
Driving licence two wheeler