Latest News

Marginal Increase in ST fare by GSRTC Gujarat | GSRTC ગુજરાત દ્વારા એસટી ભાડામાં નજીવો વધારો

Marginal Increase in ST fare by GSRTC Gujarat | GSRTC Online Bus Tickets Booking | GSRTC Bus fare per KM | ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ

ગુજરાત એસટી નિગમે 10 વર્ષ બાદ એસટી બસના ભાડામાં વધારો કર્યો છે. 2014 બાદ એસ ટી નિગમે બસના ભાડામાં 20 થી 25 ટકા વધારો કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા આગામી 500 દિવસમાં ગુજરાત એસ.ટી.નિગમની કાયાકલ્પ કરવાની શરતે ભાડા વધારો કરવાની પરવાનગી આપવામાં આવી છે.

આ આર્ટિકલ Marginal Increase in ST fare by GSRTC Gujarat દ્વારા GSRTC દ્વારા એસટી ભાડામાં નજીવો વધારો કેટલો કરવામાં આવ્યો છે ? તેની માહિતી ગુજરાતીમાં મેળવીશું.

Marginal Increase in ST fare by GSRTC Gujarat

ગુજરાત ST નિગમે 10 વર્ષ બાદ એસટી બસના ભાડામાં વધારો કર્યો છે. લોકલ સવારીમાં પ્રતિ કિલોમીટરે 0.64 પૈસા ભાડુ હતુ, જેની જગ્યાએ 0.80 પૈસા કરવામાં આવ્યુ છે. એક્સપ્રેસ સવારીમાં પ્રતિ કિલોમાટરે 0.68 પૈસા ભાડુ હતુ જે 0.85 પૈસા કરવામાં આવ્યુ છે. જ્યારે નોન એસી સ્લીપરમાં પ્રતિ કિલોમીટરે 0.62 પૈસા ભાડુ હતુ જે 0.77 પૈસા કરવામાં આવ્યુ છે.

ગુજરાત રાજ્યમાં એસટી નિગમના ભાડા વધારો કરવા છતા અન્ય રાજ્યો કરતા ઓછુ ભાડુ છે. સરકારના 2003ના ઠરાવ મુજબ ડીઝલ, મોંઘવારી ભથ્થા, ટાયર અને ચેસીસના ભાવમાં વધારો થતા ભાડુ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાડામાં આ વધારો 1 Aug, 2023 ના રોજ અમલી થઈ જશે. મુસાફરો તેમજ ગુજરાતની પ્રજા પર ઓછો બોજો પડે અને નહિવત અસર પડે તે રીતનો ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. તેવુ એસટી નિગમનું માનવુ છે.

Highlight of Marginal Increase in ST fare by GSRTC Gujarat

આર્ટીકલનું નામMarginal Increase in ST fare by GSRTC Gujarat
આર્ટીકલની ભાષાગુજરાતી & English
આર્ટીકલનો હેતુGSRTC ગુજરાત દ્વારા એસટી ભાડામાં વધારાની માહિતી પૂરી પાડવાનો હેતુ
કોને અસર થશે ?ગુજરાત એસ.ટી.નો ઉપયોગ કરતા દરેક નાગરિકો
ઑફિશીયલ વેબસાઈટwww.gsrtc.in
Home PageMore Details…
Highlight of Marginal Increase in ST fare by GSRTC Gujarat

અહીં અમારી વેબસાઈટ પાર આપેલ લિંક પરથી જૂનુ ભાડાની રકમ એન્ટર કરશો તો નવા ભાડાની રકમ અને બંને વચ્ચેનો તફાવત જાણી શકશો…….

આ પણ વાંચો :- eShram Card Registration in Gujarati | ઈ-શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન કરવાની સંપૂર્ણ પ્રોસેસ

આ પણ વાંચો :- Gujarat Tractor Sahay Yojana 2023 | ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના

GSRTC ભાડા વધારાની મુખ્ય બાબતો

  • 2014 વર્ષ પછી એસ.ટી.નિગમનું આર્થિક ભારણ ખૂબ જ વધી ગયેલ છે. લગભગ છેલ્લા 10 વર્ષથી ગુજરાત એસ.ટી. દ્વારા કોઈ વધારો કરવામાં આવેલ નથી. જ્યારી પાડોસી રાજ્યો મહારાષ્ટ્ર, રાજસ્થાન વગેરે દ્વારા દરા વર્ષે ભાડા વધારો કરવામાં આવ્યો છે.
  • આ જે ભાડા વધારો કરવામાં આવ્યા બાદ પણ અન્ય રાજ્યો કરતાં ભાડુ ઓછુ રહેવા પામે છે. 1 થી 50 કિમી ની લોકલ મુસાફરીમાં 1 થી 6 રૂપિયાનો નજીવો વધારો થવા પામેલ છે.

રાજ્યસરકાર દ્વારા કરેલ ભાડા વધારા માટેની શરતો

રાજ્ય સરકારશ્રી દ્વારા આગામી 500 દિવસમાં એસ.ટી.નિગમની કેટલીક યોજનાઓ બહાર પાડવાની તેમજ નીચે મુજબની કામગીરી કરવાની શરતે ભાડા વધારો કરવાની પરવાનગી આપેલ છે.

  • નવીન બસોનું સંચાલનમાં મુકવાનું આયોજન

એસ.ટી. નિગમ દ્વારા રાજ્ય સરકારશ્રીની મદદથી નવી ટેકનોલોજીવાળા વાહનો મુસાફર જનતાની સેવામાં મુકવાનું આયોજન છે. આ નવિન વાહનોથી મધ્યમ વર્ગના મુસાફરોને વધુ લાભ મળશે.

  • નવી ભરતીનું આયોજન

એસ.ટી.નિગમ દ્વારા ડ્રાયવર, કંડક્ટર, મિકેનીક અને ક્લાર્ક એમ મળી કુલ 8841 કર્મચારીર્મચારીઓની ભરતી કરવાનું આયોજન છે. જેના થકી મુસાફર જનતાને વધુ સારી સવલત આપવાનું આયોજન છે.

  • નવીન અત્યાધુનિક બસ પોર્ટનું નિર્માણ

એસ.ટી.નિગમ દ્વારા નવીન અત્યાધુનિક બસ પોર્ટ બનાવવાનું આયોજન છે. જેથી કરીને મુસાફરોની પ્રાથમિક સુવિધાઓમાં વધારો થવા પામે.

  • નિગમ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ

એસ.ટી.નિગમ દ્વારા નવીનત્તમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને, મુસાફર જનતા વધુને વધુ સુવિધા પૂરી પાડવાનો પ્રયાસ કરવામાં આવશે.

Marginal Increase in ST fare by GSRTC Gujarat | GSRTC ગુજરાત દ્વારા એસટી ભાડામાં નજીવો વધારો
Marginal Increase in ST fare by GSRTC Gujarat | GSRTC ગુજરાત દ્વારા એસટી ભાડામાં નજીવો વધારો

આ પણ વાંચો :- SBI Asha Scholarship Apply Online | SBI આશા સ્કોલરશિપ યોજના 2023

GSRTC Helpline

વિગતવિગત અંગે માહિતી
એસ.ટી. નિગમનું નામગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ
રાજ્યગુજરાત
Office AddressGujarat State Road Transport Corporation
Central Office,
Near Ranip Bus Terminal Ranip,
Ahmedabad – 382480.
Contact usઅહી ક્લીક કરો
વેબસાઈટwww.gsrtc.in
હોમ પેકApply Now
E Shram Card Registration Helpline

FAQ’s

GSRTC Gujaraat બાબતે મુસાફરોને કેટલાક સવાલ-જવાબ થતા હોય છે. જે અહીં કેટલાક સવાલ-જવાબ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

Que.1 GSRTC નું પુરુ નામ શું છે ?

Ans.1 GSRTC નું પુરુ નામ Gujarat State Road Transport Corporation છે.

Que.2 Gujarat State Road Transport Corporation ગુજરાતીમાં શું કહે છે ?

Ans.2 ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ

Que.3 ગુજરાત એસ.ટી. નિગમની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

Ans.3 ગુજરાત એસ.ટી. નિગમની સ્થાપના 1 મે,1960 ના રોજ કરવામાં આવી હતી.

Que.4 ગુજરાત એસ.ટી. નિગમની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

Ans.4 ગુજરાત એસ.ટી. નિગમની સત્તાવાર વેબસાઈટ www.gsrtc.in છે.

Last Word

આ આર્ટીકલ Marginal Increase in ST fare by GSRTC Gujarat અંગેની ઉપરોક્ત તમામ બાબતો શૈક્ષણિક અને માહિતી હેતુ તથા જાણકારી માટે જ છે. અહીં પ્રકાશિત થયેલ કોઈપણ માહિતીને આધારે નિર્ણય લેનાર કોઈપણ વાચક તે સંપૂર્ણપણે તેના પોતાના જોખમે કરે છે.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Marginal Increase in ST fare by GSRTC Gujarat ને લગતો સવાલ હોય તો, તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં અથવા Contact Us માં કમેન્ટ કરીને પૂછી શકો છો. અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય, તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો. તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

Thanks for GujaratHelpNews !

👋

Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Source of Information and Thanks for The Information:

ગુજરાતી: આ આર્ટિકલની માહિતી www.loaninfoguj.com તથા www.sarkariyojanaguj.com પરથી લેખિત મંજૂરી મેળવીને મૂકવામાં આવેલ છે. આ તમામ માહિતીની ક્રેડિટ બંને વેબસાઈટને જાય છે.

English: The information in this article has been placed with written permission from www.loaninfoguj.com and www.sarkariyojanaguj.com . All credit for this information goes to both websites.

Back to top button